About Us
About Us

પ્રજાપતિ પ્રગતિ મંડળ, રાણીપ - અમદાવાદ  

(કાર્યક્ષેત્ર: રાણીપ-ન્યુ રાણીપ)    સ્થાપના વર્ષ: 1988, રજી. નં. : ઇ-8906

       પ્રજાપતિ પ્રગતિ મંડળ રાણીપ ગુજરાતમાં વિશિષ્ટ ઓળખાણ ધરાવતું પ્રજાપતિ સમાજનું સંગઠન છે. જેની સ્થાપના આજથી 34 વર્ષ પહેલા સન 1988 માં કરવામાં આવી હતી. જેના પ્રથમ પ્રમુખ તરીકે આચાર્યશ્રી મંગળભાઈ સોમાભાઈ પ્રજાપતિ તેમજ મંત્રી તરીકે શ્રી મધુ કાન્ત પુરુષોત્તમભાઈ પ્રજાપતિની સર્વનું મતે વરણી કરવામાં આવી હતી. મંડળની વિશેષતા એ હતી કે, તેમાં ગુર્જર, વાટલીયા, સોરઠીયા, સહિત સૌનો સહકાર મળ્યો હતો.

       મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો, સલાહકાર સભ્યો દર મહિને એકવાર નિયમિતપણે મીટીંગ સ્વરૂપે મળીને મંડળના સંગઠન અને વિકલ્પ માટે ચર્ચા કરતા હતા. શરૂઆતમાં મંડળમાં 200 થી વધારે પરિવારો જોડાયા હતા. ત્યારબાદ તેમાં ક્રમશઃ વધારો થતો રહ્યો અત્યારે લગભગ 600 થી વધારે પરિવારો રાણીપ- ન્યુરાણીપ માં સ્થાયી થયા છે. દર વર્ષે દિવાળી પછી સ્નેહ મિલનનું સુંદર આયોજન કરી તેમાં મંડળના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. ઉપરાંત રાહત દરે ચોપડા તથા નોટબુકોનું દરેકને લાભ આપવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ થકી મંડળના પરિવારોના બાળકોની પ્રતિભા ને પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રવાસ પર્યટનનું દર વર્ષે આયોજન કરી મંડળના સભ્યોની આત્મીયતા વધે તેઓ પ્રયત્ન કરવામાં આવે છે.

       અત્યાર સુધીમાં બે પરિચય ગ્રંથનું પ્રકાશન કરી દરેક સભ્યના પરિવારોની બધી જ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે. જેથી પરિવારો નિકટતા કેળવી શકે ગુજરાતભર માંથી પ્રજાપતિ સમાજના આગેવાનોને અહીં કાર્યક્રમમાં બોલાવી તેમનું માર્ગદર્શન મેળવવામાં આવે છે.રાજકીય પ્રતિભા ધરાવતા મહાનુભાવોને સ્નેહમિલનમાં ઉપસ્થિત રાખવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં દેશના વર્તમાન ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, સાબરમતી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વર્તમાન ધારાસભ્ય શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ હરિશ્ચંદ્ર એલ. પટેલ સહિત સ્થાનિક કોર્પોરેટર વગેરે ઉપસ્થિત રહી ચૂક્યા છે.

       મંડળોના યુવક યુવતીઓએ ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના કાંકરિયા ખાતે યોજાયેલ રજત જયંતિ મહોત્સવમાં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. મંડળની પ્રવૃત્તિઓની માહિતીના સમાચાર લોકો સુધી પહોંચે તે માટે વર્તમાન પત્રો અને સામાયિકો દ્વારા તેના સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. વર્તમાન સમયમાં શ્રી નયનભાઈ બાબુભાઈ પ્રજાપતિ તેમજ શ્રી રાજુભાઈ કાંતિભાઈ પ્રજાપતિ તેમજ અન્ય હોદ્દેદારો તથા કારોબારી સભ્યો મંડળનું સચોટ રૂપે સંચાલન કરી રહ્યા છે.

President

પ્રજાપતિ પ્રગતિ મંડળ, રાણીપ - અમદાવાદ  

(કાર્યક્ષેત્ર: રાણીપ-ન્યુ રાણીપ)
admin
Manilal Prajapati
President